સોશિયલ મીડિયા લવસ્ટોરી.
_____________________
_મુકેશ રાઠોડ
આરવ પબજી ની ગાંડો આશિક. પપજી રમતો હોય ત્યારે કોઈને પણ જવાબ ના દેય.પછી ભલે ને એનો સાવ ક્લોઝ ફેન્ડ જ કેમ ન હોય. ગમેતેના મેસેજ આવે આરવ reply આપે નહિ.
એક વાર એમ જ પપજિ રમતો હતો ત્યાં ડિસ્પ્લે પર વોટ્સએપ notification દેખાઈ.અજાણ્યા નંબર પર થી 'hi ' એવો મેસેજ આવ્યો .આરવ વિચારમાં પડી ગયો .
"કોણ હશે?.આને મારો રમવાનો મૂડ જ ભાંગી નાખ્યો" એવું મનમાં ને મનમાં બબડ્યો.
" હલ્લો,કોણ?" આરવે reply આપ્યો.
" શું તમે આરવ છો ? ." સામેથી reply આવ્યો.
હા "
" હું દિવ્યા , "ઈન્સ્ટાગ્રામ પર તમારી બધી પોસ્ટ જોઈ.બહુ સરસ લખો છો તમે. "
"ઠેંક્યું "
પછી તો વાતો સિલસિલો આગળ ચાલ્યો.હવે તો રોજ બંને કલાકો સુધી ચેટ કરતા. હવે તો આરવ સામેથી દિવ્યા ના મેસેજ ની રાહ જોતો. જોત જોતામાં એક બીજામાં પ્રેમાંકુર ફૂટવા લાગ્યા.બંને વચ્ચે ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી.
બંને ને એક બીજા વગર ગમતું નહિ.આખા દિવસમાં લગભગ દસેક વાર બને કૉલ માં વાત પણ કરતા.
એક દિવસ બંને રેસ્ટોરાંમાં કોફી પીવા ગયા.દિવ્યા અને આરવ બંને એટલા હેન્ડસમ હતા કે આજુ બાજુ ના ટેબલ વારા બંનેની સામે જ જોતા રહેતા હતા. બંને ની જોડી પરફેક્ટ લાગતી હતી.
આરવે મોકો જોઈને દિવ્યા ને પ્રપોઝ કર્યું.દિવ્યા તો આ દિવસની જ રાહ જોઈ રહી હતી.તેને ખુશી ખુશી આરવ ના પ્રેમનો સ્વીકાર કરી લીધો.
બંને એ પોત પોતાના ઘરે લગ્નની વાત કરી.બંનેના મમ્મી , પપ્પા એક બીજા ને મળ્યા .બંને કુટુંબને વાત ગમી.
પરિવારે રાજી ખુશીથી બંને ના લગ્ન કર્યા.
હજી પણ બંને ને વિશ્વાસ નથી કે તેઓ પતિ પત્ની છે.
_મુકેશ રાઠોડ.
રાજકોટ.
No comments:
Post a Comment