Wednesday, February 3, 2021

મન મુંઝાય ક્યાં જાય

મન મુંઝાય ક્યાં જાય.
******************

અંતર માં લાગી છે લાય,
એને કેમ કરી ઠારું હું ભાઈ,
મારા હતા તે મારા ના રહ્યા;
આ "મન " મુંઝાય ક્યાં જાય ?.

દર્દ હવે દિલનું ના સહેવાય,
બોલ્યા વિના હવે ના રહેવાય,
મારા હતા તે મારા ના રહ્યા,
આ "મન" મુંઝાય ક્યાં જાય?



Tuesday, February 2, 2021

આંખ મટકી ગઈ.

શીર્ષક :- આંખ મટકી ગઈ.
*********************

ઉદાસી ઉંબરે આવીને અટકી ગઈ,
તને હરાવવા હું, પોતે જ પટકી ગઈ

કાઢવી હતી માયા મારી અંદરની બધી,
કાઢવા જતા ,એક લાગણી છટકી ગઇ.

ભુલાવી તો દવ હમણાં,એની યાંદોને,
વસી છે દિલમાં એ તસવીર ખટકી ગઈ

જોતા હતા વાટ જેમની ચોતરફ થી,
એ આવ્યા ને જાણે આંખ મટકી ગઈ.

મુકેશ રાઠોડ "મન"
રાજકોટ.


      

Sunday, January 31, 2021

ભારતનાં વીર જવાનો


કાવ્ય:- ભારતનાં વીર જવાનો.

ધન્ય છે વીર જવાનો,
દેશ પ્રેમનાં ઓ દીવાનો,
માં ભોમ નો તું રખવાળો
ભારતના વીર જવાનો.

બોમ્બ હો, યા તીર કમાનો,
મરુસ્થળ હો, યા હેમાળો,
તે દીધો ના પાછો પાનો,
ભારત ના વીર જવાનો.
 
_મુકેશ રાઠોડ
રાજકોટ

Friday, January 29, 2021

કોરોનાકાળ વરદાન કે અભિશાપ.

      નમસ્કાર મિત્રો.
આજે હું આપની સમક્ષ કોરોનાકાળ ની આપ વિતી લઈને આવ્યો છું.આશા રાખું આપ સૌ ને  વાંચવી ગમશે.


    કોરોના. ચીનમાં ફેલાયેલો વાયરસ ધીરે ધીરે આખા વિશ્વમાં ફેલાયો. સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ વાયરસ આટલો ખતરનાક સાબિત થશે.મૃત્યુના આંકડા દિવસે ને દિવસે વધતા જ ગયા. ચો તરફ બસ વાયરસ જ વાયરસ.
          ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર ટ્રેનના પૈડાં થંભી ગયા. બસો પણ બંધ ને બજારો પણ બંધ.એક સમય એવો આવ્યો કે સંપૂર્ણ ભારત બંધ થયું અને એક નવો જ શબ્દ સાંભળવા મળ્યો " લોકડાઉન "
         કોરોના કાળ ની મારી આપવીતી વર્ણવુતો સૌથી પહેલું લોકડાઉન ફકત ત્રણ દિવસ માટે જ હતું.ત્યારે વિચાર્યું પણ નહોતું કે હજી આનાથી પણ વધારે કપરી પરિસ્થિતિ આવશે.માણસ ને માણસ સાથે બેસવા પણ નહિ મળે.કે ઘરમાં જ પુરાઈને રહેવું પડશે.
         લોકડાઉનમાં સૌથી મોટી મુશ્કેલી મને જોબ પર આવવા જવામાં પડી. વાહન વ્યવહાર સંપુર્ણ બધ અને ઉપરથી મારી પાસે બાઇક પણ નહિ.ખુબ મુઝવણમાં મુકાઈ ગયો.મારી જોબ સરકારની ગાઇડલાઈન મુજબ " આવશ્યક સેવામાં " આવે એટલે ફરજિયાત જોબ પર જવું જ પડે.ઉપર થી ઘર પરિવાર નું ટેન્શન.
                  મારા સાહેબ તથા  સ્ટાફ  નો સહકાર અને  ભાઈ ની મદદથી મે બહુ મુશ્કેલીથી ચાર મહિના પસાર કર્યા.ઘરમાં વૃદ્ધ માં , અને  નાનો છોકરો અટલે  થોડી વિશેષ કાળજી રાખવી પડે.તેમની ચિંતા મને સતાઇવવા લાગી.ઘણી સાવચેતી રાખતો.ઈચ્છા છતાં પણ છોકરાને રમાંડી ના શકતો.કે ના માં પાસે જઈ ના શકતો. 
              મારા તો હોશ ઉડી ગયા જયારે મારી સાથે જ જોબ કરતા મારા  એક સાહેબનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.મારાજ ઘરમાં હું ત્રણ દિવસ સાવ અજનબી જેમ રહ્યો.બધું જ અલગ . મારો દીકરો મારા વગર ઘડી પણ ન રહી શકે,છતાં એને મારાથી અડગો રાખ્યો.શું કરું સાથે જ જોબ કરતા હોવાથી સ્ટાફના બધા માણસો નો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ લેબ માંથી આવતા અડતાલીસ કલાક લાગે એવું મેડિકલ ઓફિસરે અમને કહ્યું.એટલે ત્યાં સુધી મારી જીવ અદ્ધર જ ચડેલો રહ્યો.
       શનિવારે કરાવેલો રિપોર્ટ સોમવારે સાંજે આવ્યો.જ્યારે સાહેબ ને મે સામે થી ફોન કરીને પૂછ્યું કે શું રીપોર્ટ આવ્યો. ત્યારે સાહેબે ' નેગેટિવ ' છે, ચિંતા કરવાની જરૂર નથી .ત્યારે મારા ' જીવમાં જીવ આવ્યો.' . 
             કોરોના મહામારીમાં સ્વાસ્થ્યનું મહત્વ સમજાયું. સેનેટાઈજર શબ્દ જે ફક્ત ડોકટરો જ જાણતા એ સામાન્ય માણસ પણ જાણવા લાગ્યો. સરકાર ની ગાઈડલાઈન મુજબ બધા નિયમો પાળવા લાગ્યા.' નાક અને મોં વારે વારે અડવાનું ટાળો ', 'હાથ ધોવો વારંવાર, ' ' દો ગજની દુરી " " મોં પર માસ્ક ફરજિયાત પહેરો " વગેરે.
       કહેવાય છે કે કપરો સમય પણ ઘણું બધું શીખવાડી જાય છે.અને મારા અર્થમાં એ યથાર્થ સાબિત થયો.કોરોના કાળ દરમિયાન જ મે લગભગ એપ્રિલ મહિના થી જ લખવાનું શરૂ કર્યું.આ પહેલા પણ હું લખતો જ પણ ફક્ત શાયરી અને સુવિચાર જ. કોરોના કાળમાં હું કવિતા, ગઝલ ,વાર્તા, નવલિકા ,ગીત , લખતા શીખ્યો. સૌ પ્રથમ મારી રચના " રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત " ની e- book માં સમાવવામાં આવી. મને બહુ ખુશી મળી .જેમાં મારી એક કવિતા અને ત્રણ હાઈકુ પ્રકાશિત છે. ઈ- સર્ટિફિકેટ મળ્યું.મારો ઉત્સાહ વધ્યો .એ પછી તો " સાહિત્ય વર્તુળ સિદ્ધપુર", " સાબર પ્રવાહ " ,"બનાસ બચાવો " , દિવ્ય ભાસ્કર દૈનિક, નમસ્કાર ગુજરાત દૈનિકમાં,અને ગુજરત છાયા દૈનિક વગેરેમાં
મારી  રચનાઓ  પ્રકાશિત થઈ.
             ખુબ આનંદ થાય જ્યારે આપડી કોઈ રચના અખબાર કે મેગેઝિનનાં આવે ત્યારે આપડો ઉત્સાહ વધે છે .સાથે નવું નવું શીખવા પણ મળે છે.આપ સૌ મિત્રો ના પ્રતિભાવો થી કોઈ ભૂલ હોય તો પણ શીખવા મળે છે અને વખાણ કોને ન ગમે?. આપડા વખાણ થાય ત્યારે મન આનંદિત થઈ ઊઠે છે.
      આપનો સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા સાથે હું મારી આજની  આ કલમ ને વિરામ આપુ છું.
આભાર 💐🙏🙏🙏

_મુકેશ રાઠોડ.
૨૯/૦૧/૨૦૨૧

Tuesday, January 26, 2021

સોશિયલ મીડિયા લવસ્ટોરી.

 સોશિયલ મીડિયા લવસ્ટોરી.
_____________________
_મુકેશ રાઠોડ


     આરવ પબજી ની ગાંડો આશિક. પપજી રમતો હોય ત્યારે કોઈને પણ જવાબ ના દેય.પછી ભલે ને એનો સાવ ક્લોઝ ફેન્ડ જ કેમ ન હોય. ગમેતેના મેસેજ આવે આરવ reply આપે નહિ.
    એક વાર એમ જ પપજિ રમતો હતો ત્યાં ડિસ્પ્લે પર વોટ્સએપ notification દેખાઈ.અજાણ્યા નંબર પર થી  'hi ' એવો મેસેજ આવ્યો .આરવ વિચારમાં પડી ગયો .
"કોણ હશે?.આને મારો રમવાનો મૂડ જ ભાંગી નાખ્યો" એવું મનમાં ને મનમાં બબડ્યો.
 " હલ્લો,કોણ?" આરવે reply આપ્યો.
" શું તમે આરવ છો ? ." સામેથી reply આવ્યો.

હા "

" હું દિવ્યા , "ઈન્સ્ટાગ્રામ પર  તમારી બધી પોસ્ટ જોઈ.બહુ સરસ લખો છો તમે. "

"ઠેંક્યું "

   પછી તો વાતો સિલસિલો આગળ ચાલ્યો.હવે તો રોજ બંને કલાકો સુધી ચેટ કરતા. હવે તો આરવ સામેથી દિવ્યા ના મેસેજ ની રાહ જોતો. જોત જોતામાં  એક બીજામાં પ્રેમાંકુર ફૂટવા લાગ્યા.બંને વચ્ચે ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી.
   બંને ને એક બીજા વગર ગમતું નહિ.આખા દિવસમાં લગભગ દસેક વાર બને કૉલ માં વાત પણ કરતા. 
     એક દિવસ બંને  રેસ્ટોરાંમાં કોફી પીવા ગયા.દિવ્યા અને આરવ બંને એટલા હેન્ડસમ હતા કે આજુ બાજુ ના ટેબલ વારા બંનેની સામે જ જોતા રહેતા હતા. બંને ની જોડી પરફેક્ટ લાગતી હતી.

  આરવે મોકો જોઈને દિવ્યા ને પ્રપોઝ કર્યું.દિવ્યા તો આ દિવસની જ રાહ જોઈ રહી હતી.તેને ખુશી ખુશી આરવ ના પ્રેમનો સ્વીકાર કરી લીધો.

     બંને એ પોત પોતાના ઘરે લગ્નની વાત કરી.બંનેના મમ્મી , પપ્પા એક બીજા ને મળ્યા .બંને કુટુંબને વાત ગમી.
પરિવારે રાજી ખુશીથી બંને ના લગ્ન કર્યા.
       હજી પણ બંને ને વિશ્વાસ નથી કે તેઓ પતિ પત્ની છે.

_મુકેશ રાઠોડ.
રાજકોટ.

માઈક્રો ફિક્શન:- થેલી


વિષય:-માઇક્રોફિકશન 
_________________________

      દિવાળીના થોડા દિ પહેલાં હું  ઘરની સફાઈ કરતો હતો .સફાઈ કરતાં માળિયા માંથી એક થેલી હાથ લાગી,અંદરથી એક વરસો જૂનું ગુલાબી કવર મળ્યું.ખોલીને જોયું તો યાદ આવ્યું આ એજ કવર છે જે  વરસો પહેલાં ગમતી વ્યક્તિ ને દેવા ખુબ હિંમત કરી છતાં દઈ ના શક્યો.

આભાર🙏

_મુકેશ રાઠોડ
૨૬/૧/૨૦૨૧

Saturday, January 23, 2021

કવિતા:- કૃષ્ણ જેમ દોટ મેલી.


 કવિતા:- કૃષ્ણ જેમ દોટ મેલી.
***************

છે કોઈ દુઃખિયા નો બેલી ?
હવે કોણ ગાશે હેલી ?,
 દુઃખડા હરવા કોણ આવશે?;
કૃષ્ણ જેમ દોટ મેલી.

ભાજી તાંદ‌ળીયા ની,મીઠા બોર,
હવે કેમ આવશે માખણ ચોર?
ખેલ ,   ખાંડણીયે  ખેલી,
કૃષ્ણ જેમ દોટ મેલી. 

ભરી સભામાં પૂરતો ચિર.
ક્યારેક ધિર,ક્યારેક ગંભીર,
ગોપીઓ ને કરતો ઘેલી,
કૃષ્ણ જેમ દોટ મેલી.

_ મુકેશ રાઠોડ.
રાજકોટ .

મન મુંઝાય ક્યાં જાય

મન મુંઝાય ક્યાં જાય. ****************** અંતર માં લાગી છે લાય, એને કેમ કરી ઠારું હું ભાઈ, મારા હતા તે મારા ના રહ્યા; આ "મન " મુંઝાય...