કવિતા:- સૌ નો છે રખવાળો.
_______________________
હું સૌ ને દઉં આવકારો,
ફળિયું મારું દરિયા દિલ છે;
એ તો સૌ નો છે રખવાળો.
ભૂખ્યાને હું ભોજન દઉં છું,
તરસ્યાને હું પાણી પઉં છું,
આ તો ભટક્યા નો ઉતારો;
એ તો સૌ નો છે રખવાળો.
ભુલિયા ને હું મારગ ચિંધત્તો,
થઈ શકે એ દુઃખડા વિંધતો,
ભલું કરે ,ઓલો દ્વારકા વાળો ;
એ તો સૌ નો છે રખવાળો.
_મુકેશ રાઠોડ
૨૦/૦૧/૨૦૨૧
No comments:
Post a Comment